ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતના ખેતરમાં નર્મદાનું પાણી આવતા ખેડૂતને મોટું નુકસાન
જાણવા મળતી માહિતી અનુસાર ભડથ ગામે નર્મદા ની નહેરનું પાણી પાઇપ દ્વારા તળાવમાં લાવેલ અને મોટો સંભ બનાવેલ છે. તે સંભ ઓવરફ્લો થતાં આ પાણી કેનાલમાં આવેલ અને કેનાલ ના અધિકારીઓની બેદરકારી ના કારણે ખેડૂતોને નુકસાન વેચવાનો વારો આવ્યો છે.
ડાવસ ગામના ખેડૂતનું કહેવું છે કે અમોએ નહેર ખાતા ના અધિકારીને જાણ કરેલ તો તેઓ તરફથી અમોને જવાબ મળેલ કે આ અમારા અંડરમાં આવતું નથી તો આ કામ અમે કરીશું નહીં આવો જવાબ મળતા ખેડૂત નિરાશ થઈને ઘરે આવેલ અને પરિવારજનોને વાત કરતા સર્વે ભેગા મળી અને પોતાના ખેતરમાં આવતું પાણી અટકાવવાની કોશિશ કરી પણ પાણીનો પ્રવાહ બહુ હોવાથી પાણી બંધ થયું નહીં.
આ ખેડૂતના ખેતરમાં લગભગ ૮ થી ૧૦ વીઘા જમીનનું મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે તે મગફળી આ નર્મદાના પાણી નહેર દ્વારા ખેતરમાં વળતા તમામ મગફળી જમીનમાં સડી જવાનો ભય દર્શાવેલ છે.