ભુતેડી પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધા નિર્મૂલન અંતર્ગત જાદુના ખેલનો કાર્યક્રમ યોજાયો
બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત ભુતેડી પ્રાથમિક શાળાના બાળકોને જાદુગર વિશ્વા(પ્રકાશભાઈ જોષી) દ્વારા જાદુના ખેલ બતાવવામાં આવ્યા હતા.
જાદુના ખેલની સાથે સાથે બાળકોને અંધશ્રદ્ધા,અન્ન અને જળનો બચાવ,પર્યાવરણ બચાવો વગેરે જેવી બાબતો ની જાગૃતિ માટેની વાત કરવામાં આવી હતી. બાળકોએ ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો હતો. મોટાભાગ ના બાળકોએ પ્રથમ વખત જ જાદુના ખેલનો અનુભવ કરતા હોઇ ખૂબ જ ઉત્સાહિત હતા. આ કાર્યક્રમ શાળાના તમામ બાળકો તથા શિક્ષક મિત્રોએ નિહાળ્યો હતો અને આચાર્ય તથા શિક્ષકો દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો હતો.