લાખણીમાં ભરબજારમાં દંપતીએ નશો કરી જાહેરમાં તમાશો કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણીમાં ભરબજારમાં એક દંપતી નશો કરેલી હાલતમાં જાહેર રસ્તા પર તમાશો કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પતિ-પત્નીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


બનાસકાંઠાના લાખણીની બજારમાં એક મહિલા અને પુરુષ જાહેરમાં લથડીયા ખાતી હાલતમાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી હતી. આ બંને વ્યકિત રસ્તાની વચ્ચે જ બેસી જઈ બફાટ કરતા જોવા મળી રહ્યા હતા. આ સમયે જ કોઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વીડિયોમાં દેખાતા બંને લોકો પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.