
બનાસકાંઠાના ભાગળ જગાણામાં બાબારી યુવક મંડળમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
બનાસકાંઠા જિલ્લામાં આજે ત્રીજા નોરતે ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે જેમાં પાલનપુર તાલુકાના ભાગળ જગાણામાં દર વર્ષની જેમ આવર્ષે પણ બાબારી યુવક મંડળ દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું આજે ત્રીજા નવરાત્રીના દિવસે ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા.
સમગ્ર ગુજરાતીઓનું મનપસંદ તહેવાર એટલે નવલા નોરતા આજે નવરાત્રીના ત્રીજા દિવસે ખેલૈયા મન મૂકીને ઝૂમી રહ્યા છે સમગ્ર ગુજરાતના દરેક ગામડામાં ઠેર ઠેર જગ્યાએ સોસાયટીઓમાં ગલી મોહલ્લાઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં લોકો નવલા નોરતા રમતા હોય છે જેમાં આજે નવરાત્રીના ત્રીજા દિવસે ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે પાલનપુર તાલુકાના ભાગળ જગાણા ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભાગળ જગણા માં બાબારી યુવક મંડળ માં મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા ત્રીજા દિવસની રમઝટ બોલાવી હતી ગરબા મંડળ ના આયોજન બાબારી યુવક મંડળના કાર્યકર્તાઓએ કરવામાં આવ્યું હતું