
બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત : ભ્રષ્ટાચારનું ગાબડુ પડ્યું
બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે. જેમાં થરાદના તાખુવા ગામની સીમમાં કેનાલમાં ગાબડુ પડ્યુ છે. તેમાં તાખુવા માઇનોર-1 કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડુ પડ્યુ છે. જેમાં ગાબડુ પડતા રાયડાના પાકમાં પાણી ફરી વળ્યું છે. તથા પાણી છોડતા કેનાલ તૂટી હોવાના ખેડૂતોના આક્ષેપ છે.
જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે. ત્યારે થરાદના તાખુવા ગામની સીમની કેનાલમાં ગાબડુ પડ્યું છે. વાવેતર કરેલ રાયડાના પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતને નુકશાન થયુ છે. જેમાં સાફ સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી હોવાના ખેડૂતોના આક્ષેપ છે.