બનાસકાંઠામાં છેલ્લા બે દિવસમાં ભૂસ્તર વિભાગે ખનીજ ચોરીના ચાર ડમ્પર જપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજ ચોરી ઝડપવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ભૂસ્તર વિભગ દ્વારા છેલ્લા 2 દિવસ દરમિયાન આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરી તારીખ 14ના રોજ જગાણા હાઇવે પાસે ડમ્પર (1) નંબર GJ 08 AU 7282ને રોકાવી પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ કરતા 18 ટન વધુ અધર બિલ્ડિંગ સ્ટોન તેમજ તારીખ 15ના રોજ 3 વહન કબ્જે કર્યા હતા. જેમાં (1) GJ-08-AU-3349 રોયલ્ટી પાસ કરતા 7.7 મે.ટન વધુ સાદી રેતી (2) GJ-08-AU-1572માં અધર બિલ્ડિંગ સ્ટોન ખનિજ રોયલ્ટી પાસ કરતા 5.3 મે.ટન તેમજ (3) GJ-08-Z-6230માં 12 મે.ટન સાદી માટી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા ઝડપી પાડી કલેકટર કચેરી પાલનપુર ખાતે મૂકવામાં આવ્યાં છે. આમ, છેલ્લા 2 દિવસ માં 4 વાહન તેમજ ખનિજ મળી રૂપિયા 65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત 6.15 લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.