બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૧૩,૩૪૪ ફોર્મ ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની (ગ્રામપંચાયત)ની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તાલુકા મથકોએ ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો રહ્યો હતો. ત્યારે ઉમેવારીફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચ માટે તાલુકા મથકોએ ૭૭૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે સભ્યો માટે જિલ્લામાં અંતિમ દિવસે તાલુકા મથકોએ ૩૨૪૭ ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ, જિલ્લામાં સરપંચપદ માટે કુલ ૩૫૩૫ અને સભ્ય પદ માટે ૯૮૦૯ ઉમેદવારીપત્ર ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ૫૮૮ ગ્રામપંચાયતોની સામાન્ય અને ૫૯ ગ્રામપંચાયતની પેટા ચૂંટણી યોજાવવાની છે. જેમાં સામાન્ય ચૂંટણીમાં ૧૭૫૨ મતદાન મથકો અને પેટા ચૂંટણીમાં ૯૧ મતદાન મથકો મળી ૧૮૪૩ મથકો ઉપર ચૂંટણી યોજાશે. જેમાં ૧૪,૮૦,૧૦૦ જેટલા મતદાતાઓ મતદાન કરશે.

ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા સરકારી ઓફિસમાં પહોંચ્યાં
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે તમામ કચેરીઓમાં ભારે ધસારો રહ્યો હતો. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા સરકારી ઓફિસમાં પહોંચ્યા હતા. જેમાં જિલ્લાની ૫૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે કુલ ૩૫૩૫ ફોર્મ ભરાયા હતા. જ્યારે સભ્યો માટે ૯૮૦૯ જેટલા ફોર્મ ભરાયા છે. આ સિવાય ૫૯ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે પણ સરપંચ માટે ૧૯ ફોર્મ ભરાયા હતા. જ્યારે સભ્યો માટે ૧૪ ફોર્મ ભરાયા છે.

શરૂઆતથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો
બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લામાં પ્રથમ દિવસે સરપંચ માટે ૩૮ અને સભ્ય માટે ૧૯ ફોર્મ ભરાયા હતા. બીજા દિવસે સરપંચપદ માટે ૧૭૨ અને સભ્યપદ ૨૧૬ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ત્રીજા દિવસે તો ઉમેદવારોનો રાફડો ફાટતા સરપંચપદે ૫૫૩ અને સભ્યપદ માટે ૮૫૦ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ચોથા દિવસે તો ઉમેદવારોનો ભારે ધસારો રહેતા સરપંચપદ માટે ૧૩૨૪ અને સભ્યપદ માટે ૨૭૪૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા. દરમિયાન, પાંચમા દિવસે સરપંચપદ માટે ૬૭૮ અને સભ્યપદ માટે ૨૭૩૦ ઉમેદવારીપત્રો ભરાયા હતા. આમ ઉમેદવારોમાં સતત ઉત્સાહ જાેવા મળ્યો હતો.

ઉમેદવારી માટેના અંતિમ દિવસે રેકોર્ડ બ્રેક ફોર્મ ભરાયા
જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચપદ માટે ૭૭૧ ફોર્મ અને સભ્યપદ માટે ૩૨૪૭ ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ, કુલ ૬ દિવસમાં સરપંચપદ માટે ૩૫૩૫ અને સભ્યપદ માટે ૯૮૦૯ ઉમેદવારી પત્ર ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ, બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઇને ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોનો રાફડો ફાટતા ગામડાઓમાં રસાક્ષીભર્યો ચૂંટણી જંગ જામે તેવો માહોલ સર્જાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.