બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજના વણઝારા મૂહુર્ત માં વિવિધ શુભ કાર્યો સહિત ખેડૂતોએ વાવણી ના શ્રી ગણેશ કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવણી લાયક પ્રસાદ બાદ ખેતરોમાં વરાપ નીકળતા ખરીફ સીઝનની કામગીરી પુરજોશમાં શરૂ

મેઘરાજાએ પણ અષાઢી બીજના અમી છાંટણા કરતા પ્રજાજનોમાં પણ ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજને લઈ સમગ્ર જિલ્લા ના પ્રજાજનોમાં ભારે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો અષાઢી બીજ નું વણ જોયું મુહર્ત ને લઇ જિલ્લાભરમાં વિવિધ શુભ કાર્ય થવા પામ્યા હતા આ ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ તથા ખેતરોમાં વરાપ નીકળતા અનેક ખેડૂતોએ અષાઢી બીજના દિવસે વાવણીના પણ શ્રી ગણેશ કર્યા હતા તો બીજી તરફ અષાઢી બીજના દિવસે મેઘરાજાએ પણ વિવિધ વિસ્તારોમાં અમી છાંટણા કરતા પ્રજાજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અષાઢી બીજ થી ખેડુતો  નવી સિઝન શરૂઆત કરતા હોય છે: અષાઢીબીજનું ખેડૂતો માટે ખુબજ મહત્વ રહેલું છે ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકે તી વીજ,હાલો પાન્જે કછડે મે, આવે અષાઢી બીજ… કચ્છીઓ અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે..આ ઉપરાંત એવી માન્યતા છે કે આજના દિવસે વરસાદ ગાજે છે તો 72 દિવસ વરસાદની રાહ જોવી પડી છે. જો આજના દિવસે થોડો પણ વરસાદ થાય છે તો આ વર્ષ સારૂં થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં વરસાદી જ ઝાપટાંઓ પડ્યા છે  ખેડૂતો માટે અષાઢીબીજ ખુબ મહત્વની છે. જેથી આજના પવિત્ર દિવસે ખેડૂતો વાવણીની પણ શુભ શરૂઆત કરતા હોય છે ઉપરાંત તેમના સાધનોની પણ પૂજા અર્ચના કરતા હોય છે.

અષાઢી બીજના વર્ણ માગ્યું શુભ મુહર્ત સાથે રવિ પુષ્પ યોગના કારણે મોટા પાયે શુભ કાર્યો થયા: સાતમી જુલાઈ ના રોજ અષાઢી બીજ અને રવિવારના દિવસને રવિ પુષ્પયોગનો વિશેષ સંયોગ સધાયો હતો જેને લઇ લોકોએ તમામ પ્રકારના વસ્તુઓની ખરીદ વેચાણ માટે ઉત્તમ મનાતા અનેક લોકોએ આજના દિવસે ચીજ વસ્તુઓ સાથે મકાન અને વાહનોના પણ સોદાઓ કર્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.