બનાસકાંઠામાં કોરોનાના કેસ ફિફટીને પાર, વધુ ૫૩ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હરકતમાં આવેલા આરોગ્ય તંત્ર દ્વારા દૈનિક ચાર હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જાેકે, આજે જિલ્લામાં કોરોનાએ તોફાની બેટિંગ કરતા પ્રથમ ફિફટી મારતા કોરોનાના ૫૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ૨૩, ડીસા ૦૬, દાંતા ૦૯, દાંતીવાડા ૦૨, ધાનેરા ૦૨, કાંકરેજ ૦૨, દિયોદર ૦૨, વડગામ ૦૨, લાખણી ૦૩, થરાદ ૦૧ અને વાવમાં ૦૧ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ૫૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાએ પ્રથમ ફિફટી ફટકારી તોફાની બેટિંગ કરતા સાડા ચાર ડઝન જેટલા કોરોના પોઝીટીવ કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. દરમિયાન, આજે ૩૧૪૮ આરટીપીસીઆર અને ૧૧૩૫ એન્ટીજન મળી કુલ ૪૨૮૩ સેમ્પલ લેવાયા હતા. જેમાં બનાસકાંઠામાં ૫૩ કોરોના પોઝેટીવ હોવાનું અને ૧૦ કોરોના સંક્રમિત વ્યક્તિને ડિસ્ચાર્જ કરવાની સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૩૬ કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.