ડીસાના આસેડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી તસ્કરો રૂપિયા 20.32 લાખ ઉપરાંતનો મુદ્દા માલ ઉઠાવી ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના આસેડા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરો ચોરી કરી 15 લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 20,32,500 નો મુદ્દામાલ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે.

ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા અનિલભાઈ કાનજીભાઈ રબારી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ આજે દિવસે તેઓના ગામની બાજુમાં આવેલા વાડામાં બનાવેલા તબેલા ઉપર ગયા હતા. જ્યારે તેમના પરિવારજનો ગ્રામ પંચાયત ખાતે આધાર કાર્ડ લિંક કરાવવા ગયેલા હતા તેમજ ઘરની ચાવી અનિલભાઈ પાસે હતી. જેથી તેઓ તેમજ તેમના માતાજી ચારેક વાગે ભેંસો દોહવાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમના પડોશીનો ફોન આવેલ કે તમારા ઘરે ચોરી થયેલ છે.

જેથી અનિલભાઈ ઝડપથી ઘરે પહોંચી તપાસ કરતા તેઓના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી કોઈ તસ્કરો અંદર પ્રવેશ કરેલ હોવાનું જણાયુ હતું.તસ્કરો ઘરમાં દીવાલમાં ચણેલી તિજોરી તોડી સામાન વેરણ કરી દીધેલો હતો. તેઓએ તપાસ કરતા ઘરમાં મુકેલા રૂપિયા 15 લાખ રોકડા તેમજ સોના અને ચાંદીના અલગ અલગ દાગીનાઓ કિંમત રૂપિયા  5,32,500 એમ કુલ મળી તસ્કરો રૂપિયા 20,32,500 નો મુદ્દા માલ ઉઠાવી ગયેલા હતા. જે બનાવની અનિલભાઈ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પોલીસે ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની ટીમને બોલાવી તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.