અગથાળા નજીક અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નિનું કરૂણ મોત થયું
(રખેવાળ ન્યૂઝ)લાખણી, બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે ડીસા -લાખણી હાઇવે ઉપર આવેલ આગથળા નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પિક-અપ ડાલા (નં. જીજે ૦૫ બિટી ૮૯૪૮) ના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકમાં સવાર દંપતિ પૈકી આગથળા ગામના
પિન્કીબેન ભરતભાઈ ઠાકોરનું ઘટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.જ્યારે તેમના પતિ ભરતભાઈ ગેમરાજી ઠાકોર ગંભીર હદે ઘવાયા હતા.જેમને સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યાં હતા.જો કે અકસ્માત બાદ પિક અપ ડાલાનો ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો.આ મામલે મૃતકના ભાઈએ ડાલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગથળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાલા ચાલક લાખણી તાલુકાના મડાલ ગામનો હોવાનું લોકોએ જણાવ્યું હતું. અકસ્માતમાં એકના મોતને પગલે પંથકમાં ગમગીની છવાઈ છે.