ડુંગરાસણ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત મા બાઈક ના કુરચા બોલીગયા કાર પલટી
કાંકરેજના થરા-શિહોરી હાઇવે ઉપર ડુંગરાસણ પાસે રવિવારે બપોરે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક નંબર જીજે-08-CO-6062 ના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જ્યારે કાર નંબર જીજે-12-એફબી-0241 અકસ્માત કરી ખાડામાં પલટી હતી. જેમાં કારને મોટું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક અને કાર ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.