
અમીરગઢમાં જમીનમાં દફનાવેલી લાશ મુદ્દે ખુલાસો : ઘરકંકાસમાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો
બનાસકાંઠા જિલ્લાના ખારા ગામની કે જે ખારા ગામે આવેલા વનરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં વડગામના મોતીપુરા ગામનો રાજેશ નામનો યુવક પોતાની પત્ની સાથે ભાગીયા તરીકે કામ કરતો જો કે 3 નવેમ્બરએ રાજેશ ઘરેથી મજૂરી જવાનું કહી નીકળ્યો તો ખરી પરંતુ મોડી રાત સુધી પાછો ન ફર્યો, જેથી ખેતર માલીક વનરાજસિંહએ ઘટનાની જાણ રાજેશના પિતા સોમાભાઈને કરી. જેથી દીકરો ગુમ થયાની જાણ થતા જ રાજેશના પિતા સોમાભાઈ ખારા ગામે પહોંચી ગયા અને રાજેશની પત્ની ગીતાને રાજેશ બાબતે પૂછતાં ગીતાએ રાજેશ ગુમ થયો હોવાનું જણાવ્યું. જો કે તે બાદ રાજેશના પિતાએ આસપાસ શોધ્યો રાજેશના લગતા વળગતાઓને ત્યાં શોધ્યો તેમ છતાં કોઈ પતો ન મળ્યો. આખરે 16 નવેમ્બરએ રાજેશના પિતા સોમાભાઈએ ઘટનાની જાણ અમીરગઢ પોલીસને કરી અને અમીરગઢ પોલીસ મથકે પહોંચી તેમનો દીકરો ગુમ થયાની ફરિયાદ કરતા અમીરગઢ પોલીસ અને રાજેશના પિતા રાજેશની શોધખોળ કરી રહ્યા હતા.
તે દરમ્યાન 18 નવેમ્બરએ ખેતર માલિક વનરાજસિંહ રાજેશ ના પિતાને ફોન કરે છે અને તેમના ખેતરની બાજુમાંથી પસાર થતા વોરા નજીક પડેલી ખરાબાની જગ્યામાં તાજેતરમાં ખોદકામ થયું હોવાની અને આ ખોદકામ નજીક રાજેશ ની પત્ની ગીતા આંટા ફેરા કરતી હોવાની અને ખાડા પર ધાબળા જેવી કોઈ ચીજ દેખાતી હોવાની જાણ કરતાજ રાજેશના પિતા સોમાભાઈ તેમની પત્ની અને પરિવારના લોકો સાથે ફરી ખારા ગામે પહોંચ્યાં અને પોલીસ અને મામલતદારને સાથે રાખી શંકા વાળી જગ્યા પર ખાડો ખોદાવતા જ ખાડામાંથી ખોવાયેલી હાલતમાં રાજેશ નો મૃતદેહ મળી આવતા હડકમ બચી ગયો. જોકે જમીનમાંથી મળી આવેલા રાજેશના મૃતદેહના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાના નિશાનો મળી આવતા રાજેશના પિતા સોમાભાઈએ રાજેશની પત્ની ગીતા તેમજ અજાણ્યા શખ્સો સામે શંકાને આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગીતાની અટકાયત કરી તેની પૂછપરછ કરી. તો ગીતાએ તેના બે ભાઈઓને સાથે રાખી રાજેશની હત્યા કરી અને તે બાદ આ હત્યાને છુપાવવા રાજેશના મૃતદેહને ખેતર નજીક પસાર થતા વહોળા નજીક ખાડો ખોદી તેમાં છુપાવી દીધો હોવાનું સામે આવતા જ પોલીસે ગીતા સહિત તેના બે ભાઈ ટીના અને પકાની અટકાયત કરી છે અને ત્રણેય સામે હત્યાનો ગુનો દાખલ કરી આ હત્યા શું કારણોસર કરી તે ડીસામાં તપાસ હાથ ધરી છે.અમીરગઢ પોલીસે શંકાના આધારે પાંચ લોકોને પૂછપરછ કરતા મૃતક રાજેશ ની પત્ની વારંવાર પોતાનું નિવેદન બદલતા અમીરગઢ પોલીસને શંકા જતા વધારે પૂછપરછ કરતા કરતા આખરે મૃતકની પત્ની ગીતાબેન ભાગી પડતા પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું કે મારો પતિ રાજેશ રોજેરોજ મારાં સાથે ઝગડો કરતો હતો અને આજ ઘરકંકાસના કારણે પત્ની ગીતાબેને અને તેમના બે ભાઈઓ પોતાના પતિ રાજેશના માથાના ભાગે ઘાતક હથિયાર વડે ઘા મારતા પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો ગીતા બેને પોતાને બે ભાઈઓ ટીના ભાઈ અને લાલા ભાઈ સાથે મળીને તેમનાજ ખેતરના બાજુમાં હોળામાં ખાડો કરીને મૃતકને દફન કરી દીધો હતો.