
બનાસકાંઠા ના એક ગામમાં પતિએ પત્નીને ઘરમાં સાંકળથી બધી રાખી
બનાસકાંઠા જિલ્લાના એક પતિએ પત્નીને સાંકળથી બાંધીને માનસિક ત્રાસ આપી અને પટ્ટા દ્વારા મારવામાં આવતો હતો જોકે એક વ્યક્તિ દ્વારા 181 ટીમને ટેલિફોનિક જાણ કરતા 181 ટિમ ઘટના સ્થળે મહિલા ઘરે પહોચી ગઈ હતી મહિલા ને સાંકળ થી બેધેલી હાલતમાં છોડાવી આશ્રય ગૃહમાં મહિલા ને સુરક્ષિત જગ્યાએ મુકવામાં આવી હતી.
પતિ પત્ની નો પ્રેમ અપાર હોય છે પરંતુ ઘણી જગ્યાએ એવા પણ આવતા હોય છે કે પતિ દ્વારા પત્નીઓને માનસિક ત્રાસ ઢોર મારવા માં આવતા હોય છે જેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લાના એક ગામોમાં સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક યુવતીને તેના પિતાએ પૈસા લઈ યુવક સાથે યુવતીની મરજી વિરુદ્ધ લગ્ન કરાવ્યા હતા લગ્ન બાદ યુવતી નો પતિ તેને ઘરમાં સાંકળ થી બાંધીને માનસિક અને શારીરિક ત્રાસ આપી પટ્ટા દોરા ઢોર માર મારતો હતો જોકે આ મહિલા સાથે આવું કૃત્ય થતા એક વ્યક્તિને જાણ થઈ હતી જેથી વ્યક્તિએ 181 ને જાણ કરી હતી 181 ટિમ તાત્કાલિક યુવતીના ઘરે પહોચી ગઈ હતી 181 ટીમે મહિલાને જોતા ઘરના એક રૂમમાં ખાટલા ઉપર પગથી સાંકળે થી ભાંધેલી હાલત માં હતી સાંકળથી 181 મુક્ત કરાવી હતી જે બાદ તેના પતિને સમજાવવા જતા યુવતી નો પતિ ભાગી ગયો હતો જેથી યુવતી ને 181 ટીમે આશ્રય ગૃહમાં લઇ જવામાં આવી હતી.જોકે 181 ટીમે યુવતી સાથે વાત કરતા યુવતી એ જણાવ્યું હતું કે પોતાના પિયર જવાની ના પાડી અને મારા પિતાએ જ તેની મરજી વિરૂદ્ધ આ યુવક પાસેથી 15 લાખ રૂપિયા લઈ લગ્ન કરી દીધેલ છે એટલે ત્યાં જવું નથી પણ મને આશ્રય ગ્રુહ માં લઈ જવા કહ્યું હતું.