વાવના વિવિધ વિસ્તારમાંથી એલસીબીએ ૧૫ દિવસમાં ૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

જીલ્લા એલસીબી પોલીસે છેલ્લા ૧૫ દિવસમાં વાવ પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાંથી ત્રણ જગ્યાએથી કુલ રૂ ૬ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતા સ્થાનિક વાવ પોલીસ ભર નિદ્રામાં ઉંઘતી ઝડપાઇ છે. ગત.તા ૨૬.૭ ૨૨ ના રોજ વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે થી રૂ.૧૨૮૯૭૯ નો વિદેશી દારૂ ઝડપાયા બાદ ફરીત્થી તા ૬.૮ ૨૨ના રોજ ઢીમા વિસ્તારમાંથી રૂ ૨૮૯૬૦૦ નો તેમજ તા ૯.૮.૨૨ ના રોજ વાવના દિપાસરા ગામે થી રૂા. ૧૬૨૦૮૧ નો વિદેશી દારૂ ઝડપી લેતા જીલ્લા એલસીબી પોલીસની કામગીરી સરાહનીય બની રહી છે. જ્યારે સ્થાનિક વાવની પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. જાેકે, ૧૫ દિવસના ટૂંકાગાળામાં વાવ વિસ્તારમાંથી જીલ્લા એલસીબીના સર્ચ ઓપ
રેશનથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતો હોય તો વાવ પોલીસ માટે શરમજનક બાબત કહેવાય. હજુ પણ વાવમાં ખુલે આમ દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ ચાલુ છે.તે કોની મહેરબાનીથી છે તે ચર્ચાનો વિષય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.