માલધારીઓ દ્વારા એક દિવસનું દૂધ ન ભરાવાતા જીલ્લામાં ૫ કરોડથી વધુના ટર્નઓવર પર અસર

બનાસકાંઠા
બનાસકાંઠા

ગાયોના પ્રશ્નને લઈને રાજ્ય સરકાર દ્વારા આંખ મિચામણ કરતા માલધારીઓ સહિત ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો પણ મેંદાને પડતા ૨૧ સપ્ટેમ્બરના ગુજરાત બંધની સાથે એક દિવસનું દૂધ ન ભરાવાના ર્નિણયને ભારે પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી ૪૫૦ ગૌશાળાઓ અને પાંજરાપોળમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી એક પણ ફૂટી કોટી પણ ના આપી નથી આ ઉપરાંત લમ્પિ વાયરસમાં હજારો ગાયો આ મહામારીના ખપ્પરમાં હોમાઈ ગઈ હોવા છતાં સરકારની આંખ ન ઉઘડતા જન જન માં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત બંધના એલાન ને લઈ તમામ શહેરો સહિત ગ્રામીણ વિસ્તારો માં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને માલધારીઓ દ્વારા એક દિવસનું દુધ ન ભરાવવાને લઇ દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાતા દૈનિક ૫ કરોડ ના દુધ ના ટર્નઓવર પર અસર જાેવા મળી છે. માલધારી સમાજ દ્વારા એક દિવસનું દૂધ ન ભરાવવાના ર્નિણયની સામે જિલ્લામાં અન્ય સમાજના લોકોએ પણ ખૂબ સારું સમર્થન આપતા જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં એક પણ લીટરની દૂધની આવક ન થતા મોટો ફટકો પડ્યો છે ત્યારે માલધારી સમાજે દરેક સમાજનો આભાર વ્યક્ત કર્યો છે.

માલધારીઓ દ્વારા એક દિવસનું દૂધ ડેરીમાં ન આપતા ખીર બનાવી જરૂરિયાતમંદ લોકોને અપાઈ માલધારી સમાજના ગુરુગાદીના મહંતોના આહવાનને લઈ એક દિવસનું દૂધ મંડળીમાં કે અન્ય લોકોને ન આપવાનો ર્નિણય કર્યો હતો જે દૂધની ખીર બનાવી જરૂરિયાત મંદ અને ગરીબ લોકો સુધી પહોંચાડી સેવાનું કાર્ય પણ કર્યું છે.

સમગ્ર રાજ્યમાં માલધારીઓ દ્વારા એક દિવસની દુધની હડતાલ શાંતિપૂર્ણ સંપન્ન
માલધારી સમાજ દ્વારા એક દિવસ નુ દૂધ ન ભરાવાના ર્નિણયને સમગ્ર રાજ્યમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે સમાજના સંતોએ પણ માલધારી સમાજને શાંતિપૂર્વક રહેવાની અપીલ કરતા સમાજે તેનું સવિશેષ પાલન કરતા શાંતિપૂર્વક માહોલમાં એક દિવસની હડતાલ પૂર્ણ થતાં નથી આજ થી દૂધનું રાબેતા મુજબ વિતરણ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.