અંબાજી માં ગબ્બર જતા માર્ગના કેટલોક ભાગ બેસી જતા અકસ્માતનો તોળાતો ખતરો,સાચવજો
યાત્રાધામ અંબાજી માં ભાદરવી પૂનમના મેળા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક તરફ વરસાદી માહોલ ને લઇ વેપારીઓ મુંજવણ અનુભવી રહ્યા છે ત્યારે મોટા શહેરો માં જેમ ભુવા પાડવાની ઘટના બનતી હોય છે તેમ યાત્રાધામ અંબાજી માં પણ ભુવો નહિ પણ 50 ફૂટ લાંબી તિરાડ પડતા એક તરફ નો માર્ગ બેસી જવાની ઘટના સામે આવી છે.
અંબાજી થી ગબ્બર જવાના માર્ગ પર ગાયત્રી શક્તિપીઠ ના રસ્તા ની સામે ગબ્બર જતા રોડ ની જમણી બાજુ એ મુખ્ય હાઇવે માર્ગ પર 50 ફૂટ લાંબી તિરાડ પડતા રસ્તા ના બે ભાગ થઇ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે રોડ ની બાજુ બે થી ત્રણ ફૂટ નો 50 ફૂટ લાંબો રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે જ્યાં એક ફૂટ કરતા વધુ ઊંડી તિરાડો જોવા મળી રહી છે ને રસ્તા ઉપર ઉભેલો વીજપોલ પણ એક તરફે નમીગયો છે ને રસ્તા ની બાજુએ પ્રોટેક્શન વોલ પણ એક સાઇડે નમી જતા ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી પરિસ્થતિ જોવા મળી રહી છે.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ ગબ્બર તરફનો રોડ માત્ર પદયાત્રીઓ જ નહિ પણ વાહનો થી પણ ધમધતો રહેતો હોય છે. તેવામાં જો એસટી બસ ના એક તરફના પૈડાં આ દબાણ વાળી જગ્યા ઉપર પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી અને જો પ્રોટેક્શન વોલ ને ઓટલો સમજી યાત્રિકો બેસે તો પણ પાછળ ની સાઇડે દીવાલ ધસી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
કોઈ મોટી દૂરઘટના સર્જાય તો જાનહાની થવાની સંભાવનાઓ રહેલી છે. જેથી કરી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક મેળા લાઇઝનીંગ અધિકારીઓ તથા આર એન્ડ બી મેળા પૂર્વે ઘટતા પગલાં લે તે જરૂરી બન્યું છે અથવા જિલ્લા વહીવટી વિભાગે આ તિરાડ વાળી જગ્યાને કોર્ડન કરી કોઈ યાંત્રિકો કે કોઈ વાહન આ તરફ ન જાય તેની તકેદારી રાખવી પડશે.