ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં ગેરકાયદેસર પાણીના કનેકશન ઝડપાયા

બનાસકાંઠા
gulbani water connections
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર ગુજરાતમાં સરકાર ‘જળ બચાવો જીવન બચાવો’ અભિયાન ચલાવી રહી છે ત્યારે કેટલીક જગ્યાએ પાણીનો બગાડ થતો હોવાના અહેવાલ પ્રાપ્ત થતાં હોય છે તો ઘણીવાર કેટલાક લોકો દ્વારા પાણીની ચોરી કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠે છે. જેના પગલે ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે પાણીના કનેકશન જોડતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવા સમયે શહેરના ગુલબાણીનગર સોસાયટીમાં પાલિકા દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના લીધે રસ્તાનું ખોદકામ કરવામાં આવેલ તે દરમિયાન સોસાયટીના કેટલાક રહીશો દ્વારા નગરપાલિકાની પીવાની પાઈપ લાઈનમાં લીકેજ કરી તેમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન જોઈન્ટ કરતાં હોવાનું નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગને ધ્યાનમાં આવતાં નગર પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં નવ જેટલા ગેરકાયદેસર પાણી કનેક્શન ઝડપી પાડયા હતા અને ગેરકાયદેસર પાણીના કનેકશન ધરાવતા સોસાયટીના રહીશો સામે નગરપાલિકા દ્વારા પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને માહિતી મળેલ કે ગુલાબાણી નગર વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદેસર પાણી કનેક્શન ધરાવે છે. તેના પગલે શુક્રવારે તપાસ દરમિયાન ૯ જેટલા ગેરકાયદેસર કનેકશન મળી આવતા તેમની વિરુદ્ધ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર પાણીના કનેક્શન લેનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.