બનાસકાંઠા જીલ્‍લાના અમીરગઢમાં પિસ્‍તોલનું ગેરકાયદેસર વેંચાણ થતું ઝડપાયું

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠાના અમીરગઢમાંથી પિસ્તોલનું ગેરકાયદેસર વેચાણ થતું ઝડપાયું છે. અમીરગઢ હાઈવે પર આવેલી એક હોટલ નજીક બે પિસ્તોલોનો સોદો થાય તે પહેલા જ બનાસકાંઠાની એસઓજી પોલીસે છાપો મારી પિસ્તોલ વેચવા આવેલા શખ્સને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. જોકે પિસ્તોલ ખરીદવા આવેલો મહેસાણાનો શખ્સ તેમજ કારચાલક ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે. જોકે આ જિલ્લામાં આંતરરાજ્યને જોડતી બોર્ડર આવેલી હોવાથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગુનાહિત અને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે વધુ એક વખત રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ તાલુકામાં પિસ્તોલનું વેચાણ થતું પોલીસે ઝડપી પાડયું છે.

બનાસકાંઠાની એસઓજી પોલીસને અમીરગઢના ધનપુરા નજીક આવેલી શિવલહેરી હોટલમાં બે પિસ્તોલોનો સોદો થવાનો હોવાની બાતમી મળી હતી. જોકે અંગત બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાતમીના આધારે પિસ્તોલ વેચવા આવેલો શખ્સ નજરે પડતા પોલીસે તેને દબોચી લીધો. તેની તલાશી કરતા તેની પાસે રહેલી બે પિસ્તોલ કબ્જે કરી લીધી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.