છાપી પંથકની બિનખેતી જમીનમાં ડમ્પરો દ્વારા ગેરકાયદેસર પુરાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના છાપી પંથકમાં છેલ્લા બે માસથી ખનીજ ચોરી કરી સરકારમાં કરોડો રૂપિયાની રોયલ્ટી ન ભરી સરકારની તિજાેરીને ચુનો લગાડી રહ્યા છે. સતત રજૂઆતો થવા છતાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હેઠળ ખનીજ ચોરો બેફામ બની ખનીજ ચોરી કરી રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં રોડને અડીને આવેલ બિનખેતીની જ્ગ્યાઓમાં સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ નિયમ વિરુદ્ધ ખોદકામ કરી માટીનું પુરાણ કરી માટીનું ખુલ્લેઆમ વેચાણ કરી કરોડો રૂપિયાની કથિત ગેરરીતિ થઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પેપર વેઇટમાં દબાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે છાપી પંથકના પીરોજપુરા, શેરપુરા, મજાદર, નળાસર, તેનીવાડા સહિતના તળાવોનો સર્વે કરી માટી કયાં ઠાલવવામાં આવી તેની તપાસ કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

છાપી પંથકમાં તળાવોમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી માટી ચોરી કરી કરોડોની રોયલ્ટી ચોરીમાં કોન્ટ્રકટરો સાથે મિલીભગત કરનારા સિંચાઇ તેમજ ખાણખનિજના જવાબદાર અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે પીરોજપુરાના એક અરજદારે એસીબીમાં લેખિત અરજી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

છાપી પંથકમાં ચોવીસ કલાક રોયલ્ટી ભર્યા વગર ખનીજ ચોરી કરી દોડતા ડમ્પરો વિરુદ્ધ સ્થાનિક મામલતદાર, છાપી તેમજ વડગામ
પીએસઆઇ, તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી કમ મંત્રીઓ
પણ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.