પાલનપુરના ધારાસભ્ય ગ્રાંટ નહિ ફાળવે તો ઉપવાસ આંદોલનની ચીમકી અપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા 30

પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને સિવિલ સોસાયટીના અગ્રણી બિલ્ડર વચ્ચે ગતરોજ કોવિડના સાધનોની ગ્રાન્ટ ફાળવવા મામલે ચકમક ઝરી હતી. જે મામલે ધારાસભ્ય ૧૦ દિવસમાં ગ્રાંટ નહિ ફાળવે તો ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી બિલ્ડરે આપતા આ વિવાદ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલને કોવિડના સાધનો માટે ગ્રાંટ ફાળવવા બિલ્ડર, સિવિલ સોસાયટીના અગ્રણી શૈલેષ જાેશીએ ગત ૨૯મી એપ્રિલે લેખિત રજુઆત કરી હતી. બાદમાં ગતરોજ પાલનપુર ખાતે કોંગી અગ્રણી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં આ મુદ્દે ધારાસભ્ય અને બિલ્ડર વચ્ચે ચણભણ થઇ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયાન આ વિવાદમાં બળતામાં ઘી હોમતા બિલ્ડર શૈલેષ જાેશીએ આગામી ૧૦ દિવસમાં ધારાસભ્ય મહેશ પટેલ રૂપિયા દોઢ કરોડની ગ્રાંટ નહિ ફાળવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતા મામલો વધુ તુલ પકડે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.