ડીસામાં વહેલી સવારથી દશામાના માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું
ડીસામાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં મહિલાઓએ માં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી હર્ષભેર વિદાય આપી હતી. ગત મોડી રાત સુધીમાં દશામાની આરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારે ડીસાના ડોલીવાસ અને વાડીરોડ વિસ્તારની મહિલાઓ વહેલી સવારે વાજતે ગાતે દશામાની જય બોલાવતા બોલાવતા વ્રતધારી મહિલાઓ નદીએ પહોંચી અને કૃત્રિમ તળાવ પાણીમાં દશામાની પ્રતિમાઓનું ખુશી ખુશી વિસર્જન કર્યું હતું. પ્રતિમાઓનું વિસર્જન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.