
પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ…પણ જે કોઈ ડાંડાઈ કરશે તો…
વિધાનસભા ગૃહના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી આજે આક્રમક અંદાજમાં જાવા મળ્યા હતા. પોતાના મત વિસ્તાર દૂધવામાં તેમનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો જ્યાં તેમણે પોતાના વિરોધીઓને ગર્ભિત ચીમકી આપતાં કહ્યું હતું કે, પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ પણ જે કોઈ ડાંડાઈ કરશે તો તેણે તેની જ ભાષામાં જવાબ આપીશ.પ્રજાને કોઈ તકલીફ થઇ તો કાયદો કાયદાનું કામ કરશે. શંકરભાઈ ચૌધરીના એક એક વાક્ય ઉપર તાળીઓ પડી હતી અને હાજર લોકોએ તેમના શબ્દોને વધાવી લીધા હતા. થરાદના ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન તેમજ હવે વિધાનસભા ગૃહના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પોતાના મત વિસ્તાર દુધવામાં પહોંચ્યા હતા જ્યાં તેમનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમણે પોતાના વિરોધીઓને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે, પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ પણ જે કોઇ ડાંડાઈ કરશે તો તેણે તેની જ ભાષામાં જવાબ આપીશ.તેમણે વધુમાં કહ્યું કે, પ્રજાને કોઇ તકલીફ થઇ તો કાયદો કાયદાનું કામ કરશે. હું બધાનું ધ્યાન રાખું છું અને હિસાબ પણ રાખું છું. ઇતિહાસ જેવો હોય તો જાઈ લેજેા. ખોટા અખતરા કરવાના ક્યારેય અખતરા કરવા ન જાેઇએ. અખતરા કરે તો જેમ માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે છે તે જેાઈ લેજેા. શંકરભાઈ ચૌધરી આજે ફરીવાર આક્રમક અંદાજમાં જાેવા મળ્યા હતા અગાઉ તેઓ ચૂંટણી સમયે પણ આવી જ રીતે આક્રમક અંદાજમાં જાેવા જ મળ્યા હતા.