
જાદુ મંતર છુ ! દિયોદર આશ્રમથી કોટડાને જાેડતો ડામરનો આખો માર્ગ ગુમ થઈ ગયો
દિયોદર તાલુકાના દિયોદર દેલવાડા રોડ ઉપર આવેલ સણાદરથી કોટડાને જોડતો દેલવાડા આશ્રમથી રોડ પસાર થાય છે. આ રોડની એવી તો દુર્દશા છે કે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રોડ જ્યારે બન્યો ત્યારે પણ કેટલાય ભાગોમાં સાઈડ પટ્ટીનું કામ કરવામાં આવેલ નથી તેના કારણે રોડ તૂટી રહ્યો છે. કેટલાય લોકોના પગ ભાગી રહ્યા છે તો કેટલા લોકો પડી રહ્યા છે અને કેટલા અકસ્માતો બની રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ૨૦૨૧- ૨૨ ગ્રામમાર્ગે અંતર્ગત બનેલા રોડની ત્રણ વર્ષ સુધી મરામતની જવાબદારી જેતે કોન્ટ્રાકટરની હોય છે. રોડ બન્યાને ૧૨ મહિના પણ થયા નથી અને રોડ તૂટી ગયો છે. પ્રજા પરેશાન છે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરના દબાવમાં હશે..? કે પછી કોઈ વજન તળે દબાયા હશે…? તેમને આ તુટેલો રોડ નજરમાં નહિ આવતો હોય…