
વારાહીમાં વહેમ રાખી તિક્ષણ હથિયારોના ઘા ઝીંકીને પતિએ પત્નિની ‘હત્યા’ કરી
પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકાના વારાહી માં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે. પાટણ નાં સાંતલપુર તાલુકાના વારાહી ગામ માં રહેતા ઇમરાન ખાન મલેકના નૂરજહાં સાથે પાંચ વર્ષ પહેલા લગન થયા હતા. નૂરજહાંબેનને એક ચાર વર્ષનો દીકરો છે મૃતક મહિલા ઉપર તેમના પતિએ ખોટી શંકા કરી સોમવારની રાત્રે તિક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક મહિલા અને તેમના પતિ ઈમરાન ખાન મલેક રૂમના ઓરડામાં સુતા હતા જ્યારે પરિવારના બીજા સભ્યો માં બહાર ઓશરીમાં સુતા હતા તે દરમિયાન આરોપી ઇમરાન દ્વારા રાત્રે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા મહિલાએ બૂમાબૂમ કરતા તેનાં પરિવારના લોકો અને આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા.મહિલાને છાતીના ભાગે અને જમણા હાથ ઉપર પાંચ જેટલા ધા મારવામાં આવ્યા હતા મૃતક મહિલાના પિતાએ જમાઈ ઇમરાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.