શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભારે ભીડ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તેમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ ભક્તોની ભીડ ઉમટી છે. સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યો છે.બનાસકાંઠાના અંબાજીમાં આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ભવ્ય માહોલ જોવા મળ્યો છે. વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. સવારે મંગળા આરતીમાં ભકતો મોટી સંખ્યામાં જોડાયા છે. આજે સવારે મંગળા આરતી બાદ ઘટ સ્થાપના કરાઇ છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
અંબાજી 51 શકિતપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી છે.બોલ મારી અંબે જય જય અંબે ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યુ છે. અંબાજી આવતાં ભક્તો ગબ્બર 51 શકિતપીઠના દર્શન કરવા અચુક જાય છે. 51 શકિતપીઠ માનું અનેરૂ શકિતપીઠ છે. અંબાજી મંદિર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા છે. તમામ લોકો ભક્તિભાવ પૂર્વક માતાજીના દર્શને આવી રહ્યાં છે.