કોટડા ગામે ઘર વિહોણા બનેલા પરિવારો વરસાદ અને ભારે પવનથી મુશ્કેલમાં મુકાયા

બનાસકાંઠા
dhanera kotda
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના કોટડા ગામે થોડા દિવસ અગાઉ દબાણ દૂર કરવામાં આવ્યો હતો. જેમાં ૨૦ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને કેટલાક પરિવારો બેઘર બની ગયા હતા ત્યારે આ પરિવારને ઉપર આપ અને નીચે ધરતી જેવા આશા સાથે બેઠા હતા પરંતુ ગઈકાલે રાત્રે ભારે પવન અને વરસાદ આવતા આ પરિવારને મુશ્કેલીઓ વધી હતી. રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક પરિવારોએ મોત સામે ઝઝૂમી પોતાની જિંદગી બચાવી હતી તો બીજી તરફ આ પરિવાર પાસે રહેલ અનાજ તેમજ ઘરવખરીનો સામાન વરસાદમાં પલળી જતા પરિવારને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે પુત્ર દેશની બોર્ડર પર ફરજ બજાવે છે ત્યારે તેના માતા-પિતા સહિતનો પરિવાર મોત સામે ઝઝૂમી રહ્યો છે. પરંતુ આ પરિવાર પાસે રહેલ અનાજ તેમજ ઘરવખરીનો સામાન પલળી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તંત્ર જ જોડે માંગ છે તાત્કાલિક ધોરણે આ પરિવારને રહેવા માટેની તેમજ મકાનની વ્યવસ્થા કરી આપવામાં આવે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.