ડીસા માં હોળી ધુળેટી ને લઈ મંદી નો માહોલ ડીસા નાં લાગેલા 100 જેટલાં સ્ટોલ ગ્રાહકો વિના ખાલિખમ
હોળી ધુળેટી પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ડીસામાં ઠેર ઠેર ધાણી અને ખજૂરના સ્ટોલ લાગી ગયા છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ધાણીના ભાવમાં બમણો વધારો થતા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડીસામાં આ વર્ષે હોળી ધુળેટી પર્વ નિમિત્તે ધાણીની ખરીદી કરતા લોકોએ ડબલ પૈસા ચૂકવવા પડશે કારણ કે ગત વર્ષ કરતા આ વર્ષે ધાણીના ભાવમાં બમણો વધારો થયો છે. ખાસ કરીને હોલિકા પૂજન માટે ધાણી અને ખજૂરની વિશેષ પ્રમાણમાં માંગ રહેતી હોય છે અને શાસ્ત્ર અનુસાર તમામ હિન્દુ સમાજના લોકો હોલિકાની પ્રદક્ષિણા કરી ધાણી અને ખજૂર હોલિકામાં હોમી પરિવારમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે. જેના માટે તમામ લોકો ધાણી ખજૂરની ખરીદી અચૂક કરે છે ત્યારે આ વર્ષે પણ ડીસામાં અત્યારથી જ ધાણી અને ખજૂરના 100 થી પણ વધુ સ્ટોલ લાગી ગયા છે.
ધાણીના ભાવમાં ગત વર્ષ કરતા આ વર્ષે બમણો વધારો થયો છે. ગયા વર્ષે હોલસેલમાં ધાણીનો ભાવ 65 રૂપિયા કિલો હતો જે આ વર્ષે વધીને ડબલ થઈ ગયો છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડવાની છે. ત્યારે આ વર્ષે ધાણની ખરીદી કરતા લોકોએ ડબલ પૈસા ચૂકવવા પડે પડશે. જ્યારે ખજૂરનો ભાવ યથાવત રહ્યો છે. આ અંગે વેપારી દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી સિઝનેબલ ધંધો કરું છું આ વર્ષે પણ મેં ધાણી અને ખજૂરનો સ્ટોલ લગાવ્યો છે પરંતુ આગળથી માલ ઓછો આવવાના કારણેના ભાવ વધી ગયા છે ગયા એક વર્ષે કિલો ધાણીનો ભાવ 60 થી 65 રૂપિયા હોલસેલ ભાવ હતો તે આ વખતે વધીને 170 થી 80 રૂપિયા થઈ ગયો છે.