બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો હિટાચી મશીન અને ડમ્પર કબ્જે કર્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરોને નાકે દમ લાવી ભૂસ્તર વિભાગ અવનવા તરીકાથી ખનિજ ચોરી ઝડપવામાં સતત સફળ રહ્યું છે. ત્યારે ગતરોજ કાંકરેજ તાલુકાના ટોટાણા પાસે નદીમાં થી ખનીજ ચોરી ઝડપી લઈ ભૂસ્તર વિભાગે રૂ.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા પાસે બનાસ નદીમાં હીટાચી મશીન દ્વારા ખનીજ ચોરી થઈ રહી હોવાની બાતમી ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષીને મળતા તેમની ટીમને ખાનગી વાહનમાં રવાના કરાઇ હતી. જાેકે, આ ટીમ બાવળની જાડીઓ અને ખેતરોમાં થઈ અને ખનીજ ચોરી કરતા હિટાચી મશીન સુધી પહોંચ્યા અને રેતી ભરેલું એક ડમ્પર અને હીટાચી મશીન ઝડપી પાડેલ. બાદમાં હીટાચી ચાલકની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ચરણસિંહ મનુભા વાઘેલા રહે ઓગણવાડા અને બબાભાઈ વડુભાઈ ભરવાડ રહે સુદ્રોસણવાળા દ્વારા મશીન મૂકી ખનીજ ચોરી કરતા હોવાનું જણાવ્યુ હતું. જેથી ભૂસ્તર વિભાગે રૂપિયા ૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી થરા પોલીસ મથકે લાવેલ અને દંડની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ એ ખાનગી રાહે પણ ચેકિંગ હાથ ધરી ખનીજચોરી કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જાેકે અગાઉ પણ અનેક વખત ખાનગી રાહે ચેકીંગ કરી ખનીજ ચોરી ઝડપી પાડેલ હતી.ત્યારે ફરી એકવખત ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મેળવી છે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષી એ જણાવ્યું હતું કે બાતમી ના આધારે અને ઓચિંતી ચેકીંગ અમારી ટિમ દ્વારા હાથ ધરવામાં આવે છે.જેમાં આજે કાંકરેજ ના ટોટાણા પાસે બનાસનદીમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા મશીન અને રેતી ભરેલા ડમ્પર ને ઝડપી પાડેલ છે. અને મુદ્દામાલ ને થરા પોલીસ મથકે મુકવામાં આવેલ છે અને દંડની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.