
દિયોદર એડીશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસીક ચુકાદો
લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના માતા, પત્નિ, પુત્રની કુહાડી ના ઘા મારી હત્યા કરનાર આરોપી ભીખાજી તખાજી ઠાકોર ને ૩૦ર ના ગુનામાં ફાંસીની સજા ફટકારેલ છે. ર૦૧૯માં લાખણીના ભાકડીયાલ ગામે આરોપી ભીખાજી તખાજી ઠાકોર કાંઈ કામ ધંધો ન કરતો હોવાથી માતા એ ઠપકો આપતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ માતા જબીબેન ઠાકોર તથા પત્ની જેબરબેન અને ૪ માસનો પુત્ર જીગ્નેશની કુહાડી મારી બેરહમીથી હત્યા કરેલ જેનો આજરોજ દીઓદર એડીશન સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ ડી.વી.ઠાકોર દ્વારા દલીલો અને આરોપી વિરૂધ્ધના પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારેલ છે. આમ કોર્ટમાં ચુકાદો સંભળાવતાં સન્નાટો છવાઈ જવા પામેલ.