પાલનપુર સુખબાગ રોડ પરના હાઈ માસ્કને અજાણ્યા વાહને મારી ટક્કર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને ઝળહળતું કરવા લાખો રૂપિયાના ખર્ચે હાઈ માસ્ક લગાવવામાં આવ્યા છે. ત્યારે શહેરના સુખબાગ રોડ પરના હાઈ માસ્કને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેને મોટા નુકસાન થવાની સાથે હાઈ માસ્કનો પોલ નમી ગયો હતો.

પાલનપુર શહેરના સુખબાગ રોડ જીઆઇડીસી વિસ્તારમાં તાજેતરમાં નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા હાઇ માસ્ક લગાડવામાં આવ્યો હતો. ગત સોમવારની રાત્રિના સમય કોઈ અજાણ્યા વાહન ચાલકે હાઈમાસ્ક ને ટક્કર મારી હતી. જેથી તે નમી પડ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ આજુબાજુના વેપારીઓએ પાલિકાને કરતા પાલિકા દ્વારા હાઈમાસ્ક રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પાલિકાને નુકસાન કરનાર વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાય તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.