લાખણી તાલુકામાં અતિ ભારે વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી સહાયની માંગ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી સહાયની માંગ કરી: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ગત પહેલી જુલાઈના રોજ ખાબકેલા 12 ઇંચ વરસાદને પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે.ગ્રામીણ વિસ્તારોને જોડતા અનેક રોડ ઉપર અને ખેતરોમાં આજેપણ વરસાદી પાણી ભરાયેલું છે. વળી, અનરાધાર વરસાદના કારણે ખેતરોના બંધ પાળા તૂટી ગયા છે અને ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે. હાઇવે ઉપરથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પણ રેતી ભરાઈ ગઈ છે. જેથી આકાશી આફતથી ખેડૂતોને ફરી એકવાર વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જેના પગલે તાલુકા મથક લાખણી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ આજે  મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અતિ ભારે વરસાદના કારણે ચોમાસું વાવેતર નિષ્ફળ ગયું છે જ્યારે ખેતરો ધોવાઈ ગયા છે અને બંધપાળા પણ તૂટી ગયા છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાય ચૂકવે અને હાઇવે વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલમાં ભરાયેલ રેતીનો નિકાલ કરાવે તેવી માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.