અંબાજી અને દાંતા વિસ્તારોમાં ભારે વરસાદ ભક્તો ચાચર ચોકમાં ગરબે ઝૂમ્યા
અંબાજી સહિત અનેકો વિસ્તારોમાં ભારે વરસાદ : બજારોમાં પાણી વેહતું થયું અંબાજી અને દાંતા સહિત અનેકો ગામોમાં વરસાદની શરૂઆત ઠેર-ઠેર જગ્યાએ ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો પણ થયો છે. તો ભારે વરસાદ વરસતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આજે બપોર બાદ વાતાવરણ પલટાતા અંબાજી માં ભારે વરસાદની શરૂઆત થઈ હતી.
રવિવાર હોવાના કારણે અંબાજી મંદિરમાં ભક્તોની ભારી ભીડ જોવા મળી હતી. ભક્તો પણ માતાજીના દર્શન કરવા માટે વરસતા વરસાદ વચ્ચે પહોંચ્યા હતા. ભક્તિને કોઈપણ વિઘ્નના રોકી શકે તે માતાજીના ભક્તોએ બતાવ્યું હતું. ભારે વરસાદ વચ્ચે ભક્તો અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા ઝૂમ્યા હતા.
Tags Ambaji heavy rains ગરબે ઝૂમ્યા