સરહદી વાવ પંથક ના પવન સાથે ભારે વરસાદ થી ઉભા ચોમાસુ પાક ને ભારે નુકસાન
વાવ ના લોદ્રાણી ગામે 50 હેકટર જમીન માં ઉભેલા જુવાર અને બાજરી ના પાક ને વ્યાપક નુકસાન
સર્વે કરી પાક વીમો માફ કરવા સરહદી પંથક ના ખેડૂતો ની ઉગ્ર માંગ: ગતરોજ સરહદી વાવ પંથક માં રાત્રે ભારે ગાજ વીજ અને પવન સાથે વરસાદ નું આગમન થતાં સરહદી વાવ પંથક માં ઉભેલા ચોમાસુ પાક માં જુવાર અને બાજરી ના પાક ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
આ બાબતે લોદરાણી ગામ ના શ્રવણ ભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વખતે સરહદી પંથક માં ખેડૂતો એ મોંઘુ ડાટ ખાતર બિયારણ લાવી ચોમાસુ પાક માં જુવાર બાજરી ગવાર મગ જેવા પાકો નું વાવેતર કરેલું હતું.જુવાર અને બાજરી નો પાક પૂરો તૈયાર થઈ ગયો હતો ટૂંક સમય માં પાક ની કાપણી કરવાની હતી તેવામાં ગતરોજ ભારે પવન ગાજ વીજ સાથે તોફાની વરસાદ પડવાથી સરહદી વાવ પંથક માં ઉભેલા ચોમાસુ પાક માં જુવાર અને બાજરી ના પાક ને ભારે નુકશાન થવાથી ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
લોદરાણી ગામે 50 હેકટર જમીન માં ઉભેલા જુવાર અને બાજરી ના ચીમસું પાક નો સફાયો બોલી ગયો છે…વધુ માં સરહદી વાવ પંથક ના અન્ય ગામો માં પણ ભારે નુકસાન થયું છે.ત્યારે સરકાર આ બાબત ની ગંભીર નોંધ લઈ સર્વે કરાવી પીડિત ખેડૂતો નો પાક વીમો માફ કરાવે તેવી માંગ છે…જોકે દિવાળી ની પૂર્વ સંધ્યા એ ખેડૂતો ને ભારે નુકસાન થતાં ખેડૂતો ની દિવાળી બગડી છે….આ બાબત ની વાવ ના તત્કાલીન ધારા સભ્ય અને સાંસદ એવા ગેનીબેન ઠાકોર ખેડૂતો ની રજુઆત કરે તેવી આ વિસ્તાર ના ખેડૂતો ની ઉગ્ર માંગ છે