બનાસકાંઠામાં ભારે પવન ગાજવીજ અને કરા સાથે વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

હવામાન વિભાગની વધુ પાંચ દિવસની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં ફરી કમોસમી વરસાદ થયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ,દાંતા ડીસા સહિતના અનેક વિસ્તારમા માંડી સાંજે ભારે પવન અને ગાજવીજ કમોસમી વરસાદ શરૂ થયો હતો જેમાં અનેક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ ખાબકતા લોકો પણ દોડધામ મચી જવા પામી હતી ઘઉં, રાયડો, એરંડા જીરું સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં બપોરના સુમારે ભારે ઉકળાટ બાદ સંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં અમીરગઢ, ઇકબાલગઢ, દાંતીવાડા, પાંથાવાડા ડીસા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી ખાબકયો છે. ડીસા પંથકમાં પણ માંડી સાંજે અચાનક વાતાવરણ બદલાતા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં અનેક સ્થળો પર મોટા મોટા કરાઓ પડતા પ્રજાજનો પણ અવાચક બની ગયા હતા અને તોફાની વરસાદથી ઠેરઠેર વ્યાપક નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાંજના સુમારે ફરી એકવાર હવામાન પલટાયુ હતું. જેમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો.જેમાં જિલ્લાના અનેક ભાગોમાં કરા સાથે વરસાદ ખાબકતા જનજીવન જાણે થમ્ભી ગયું હતું. આકાશી આફતને લઈ ખેડૂતો સાથે આમ પ્રજા પણ લાચાર બની ગઈ હતી.

કમોસમી વરસાદનો માર પડતાં ખેતીના રવિ સીઝન સહિત ઉનાળુ વાવેતરને પણ વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેમાં ખાસ કરીને રવિસિઝનના ઘઉં રાયડો રાજગરો તમાકુ સહિતના પાકો ઉપરાંત ઉનાળુ વાવેતર કરેલા શક્કરટેટી તરબૂચ બાજરી સહિતના અન્ય પાકોને પણ વરસાદના કારણે વ્યાપક નુકસાન થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.