બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી ! ૧૯ મી સપ્ટેમ્બરે રેડ એલર્ટ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)વડાવલ, બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. જેને લઇ શનિવારથી મેઘમહેર થતાં ધરતીપુત્રો સહિત આમ પ્રજાજનો માં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદની ખેંચ અનુભવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી સીસ્ટમ સક્રિય થતાં ભાદરવા માસની શરૂઆતમાં જ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. શનિવારની રાત્રે પણ અનેક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. જે રવિવારની વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક સ્થળે મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો છે. જેમાં દિવસ સૌથી વધુ વરસાદ ડીસા તાલુકામાં નોંધાયો હતો. સાંજ ૬ કલાક સુધી સૌથી વધુ વરસાદ ડીસામાં અઢી ઇંચ, દાંતા ૨ ઇંચ, વાવ અને અમીરગઢમાં દોઢ ઇંચ ઉપરાંત દાંતીવાડા, વડગામ, પાલનપુર, દિયોદર, ભાભર અને લાખણીમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આગામી ૨૦ સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની હવામાન આગાહી કરવામાં આવી છે. જેમાં ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં રેડ આપવામાં આવ્યું છે.

જિલ્લામાં સાવર્ત્રિક મેઘ મહેર વચ્ચે ખેતી પાકોને ફાયદો
આ અંગે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેતી પાકોને ફાયદો થયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ખરીફ સીઝનમાં વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થયું છે.

દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ચાર દરવાજા ખોલાયા…
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ભાદરવા મહિનાની શરૂઆતમાં જ વરસાદ દાંતીવાડા ડેમમાં નવી પાણીની આવક શરૂ થતા દાંતીવાડા ડેમમાંથી નદી વિસ્તારમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ ડીસા સહિત અન્ય તાલુકાના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ રવિવારે દાંતીવાડાના ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી નદીમાં પાણી આવક થવા પામી હતી.

બનાસકાંઠાના ત્રણ ડેમની ૯ વાગે
સુધીની સપાટી તા.૧૭/૦૯/૨૩
દાંતીવાડા ડેમની સપાટી : ૬૦૨.૬૦ ફૂટ
આવક : ૬૯૨૮ ક્યુસેક જાવકઃ ૧૩,૦૪૧ ક્યુસેક
૪ ગેટ ખુલ્લા મુકાયા
ડેમની ભયજનક સપાટી ૬૦૪ ફૂટ સુધી

સીપુ ડેમની સપાટી ૫૯૦.૬૨ ફૂટ
આવકઃ ૧૯૧ અને જાવકઃ નીલ
ડેમની ભયજનક સપાટી ૬૧૧ ફૂટ સુધી

મુક્તેશ્વર ડેમની સપાટી ૬૪૯.૭૭
આવકઃ નીલ ક્યુસેક અને જાવકઃ નીલ
ડેમની ભયજનક સપાટી ૬૬૧.૫૮ ફૂટ સુધી

ભારે વરસાદને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ શરૂ થતા વેચાણ વાળા વિસ્તારોમાં
પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ વરસાદના કારણે નુકસાન થવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સાંજે ૬ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ (તા.૧૭/૯/૨૩ રવિવાર)
અમીરગઢ ૩૬ મીમી
કાંકરેજ ૦૫
ડીસા ૬૮
થરાદ ૧૦
દાંતા ૪૭
દાંતીવાડા ૨૩
દીયોદર ૨૪
ધાનેરા ૧૪
પાલનપુર ૨૮
ભાભર ૨૬
લાખણી ૩૧
વડાગામ ૨૫
વાવ ૪૦


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.