બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસા પૂર્વે ભારે પવન અને વરસાદે તારાજી સર્જી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં રવિવારની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડતા વ્યાપક તારાજી સર્જાઈ છે. મેઘ તાંડવને લઈ સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવસ્ત બની જવા પામ્યું હતું. ઉત્તર ભારતમાં સર્જાયેલી મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાયોકલોનિકસ સક્ર્યુલેશનની અસરને લઇ હવામાન વિભાગ દ્વારા ૨૮ થી ૩૦ મે સુધી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. તે મુજબ ૨૮મી સાંજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને લઈ ભારે પવન ફુંકાયો હતો. તો કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. જેથી ઠેર ઠેર લોકોના જાનમાલને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ચોમાસા પૂર્વેના વરસાદે ખેડૂતોના પણ હોશ ઉડાડી દીધા છે. ઉનાળુ સીઝનના બાજરી મગફળી સહિતના પાકોને પણ મોટું નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ બેહાલ થવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.