ગરમીએ ડિગ્રી બતાવી : બનાસકાંઠા જિલ્લામાં ગરમીમાં સતત વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

કાળઝાળ ઉનાળાની ઋતુમા બનાસકાંઠા જિલ્લામાં ગરમીનુ પ્રમાણ વધી ગયું છે. તાપમાનનું યથાવત જળવાઈ રહતા લોકો અકળાઇ ઉઠ્યા છે. સૌથી વધારે સરહદી વિસ્તારમાં વધુ તડકો પડી રહ્યો છે. જેથી લોકો બહાર નીકળવાનું ટાળી રહયા છે અને ગરમીના સતત ઠંડાપીણા સહારો લેવામાં આવતા ઠંડી ચીજ વસ્તુઓની માંગ વધી છે. આ ઉપરાંત લોકો બહાર નીકળતા હોય છે ત્યારે ગરમીથી બચવા માથા ઉપર ટોપી પહેરી તથા મોઢે રૂમાલ બાંધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે સૌથી વધુ ગરમી પડતી હોય છે. આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ ગરમી એ ડીગ્રી બતાવતા શનિવારે પણ ડીસાનું મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી યથાવત જોવા મળ્યું હતું. જેથી સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો દિવસ પસાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી રસ્તાઓ ઉપર લોકોની અને વાહનોની અવરજવર પણ ઘટી રહી છે. જેથી બપોરના સમયે સમગ્ર વિસ્તારોમા સ્વયંભૂ કરફ્યુ જેઓ માહોલ જોવા મળી રહયો છે.

વધુ પડતી ગરમી હોય ત્યારે સાવચેતી રાખવાની જરૂર છે : નિષ્ણાંતો…
આ અંગે કેટલાક નિષ્ણાંતોના મતે હીટવેવ દરમિયાન સાવચેતી રાખવી જોઈએ. જેમાં બપોરના સમયે બહાર નીકળવું ટાળવું જોઈએ. સાથે આખા શરીર અને માથું ઢંકાય તેવી રીતે સરળ સુતરાઉ ખુલ્લા કપડાં પહેરવા ટોપી ચશ્મા અને છત્રશ્‌નો ઉપયોગ કરવો હિતાવત છે. આ ઉપરાંત નાના બાળકો સગર્ભા માતાઓ અશકત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ. ભીના કપડાથી માથું ઢાકી રાખો. અવારનવાર ભીના કપડાથી શરીર લુછો અને વારંવાર માટલાનું ઠંડું પાણી પીવુ ઉપરાંત લીંબુ શરબત, નારિયેળ પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ વગેરે પીણાં પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.