ધાનેરાના જનાલી ગ્રામજનોને રસી આપવા આરોગ્ય કર્મીઓની મથામણ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકાનું આરોગ્ય વિભાગ કાળઝાળ ગરમીમાં પણ કોરોના વાઇરસ સામે રક્ષણ મળી રહે તે માટે રસી આપવા મથામણ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા માટે આરોગ્ય વિભાગને કામે લગાડવામાં આવ્યું છે. પરંતુ ગામડામા રહેતા લોકો રસીનું નામ સાંભળતા જ દુર ભાગી રહ્યા છે.બીજીતરફ રસીને લઈ અનેક અફવાઓએ જાેર પકડ્યું છે.જેમાં રસી લેવાથી મૃત્યુ થઈ જશે તેથી રસી ના લેવી જાેઈએ જેવી ભ્રામક અને ગેરમાન્યતાઓએ લોકોની માનસિકતા પર ખરાબ અસર કરી છે.જેના કારણે રસીકરણથી ગામડાના લોકો વંચિત રહેતા જાેવા મળી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના જનાલી ગામમા આરોગ્યકર્મીઓ ગામના જાગૃત યુવાનો સાથે કોરોના વાઇરસની રસી બાબતે લોકો તૈયાર થાય તે માટે કાળઝાળ ગરમી વચ્ચે પણ સમજણ આપી રહ્યા હતા. ત્યારે બીજીતરફ કેટલાક લોકો ઘર છોડીને ભાગી ગયા હતા તો કેટલીક જગ્યાએ આરોગ્યકર્મીઓને અપશબ્દો પણ સાંભળવા પડતા હોય છે. આમ આવી પરિસ્થિતિ વચ્ચે જનાલી ગામમા સવાર થી બપોર સુધીમા ૨૦ જેટલા વ્યક્તિઓને રસી આપવામા આવી હતી. શહેરમા નાગરિકો પૈસા આપીને કલાકો સુધી લાઈનમા ઉભા રહી રસી લઈ રહ્યા છે. જ્યારે ગામડામા રહેતા લોકો રસીનું નામ સાંભળતા મોતનો ડર સતાવી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. આમ જનાલી ગામમા આરોગ્યકર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.ત્યારે તાલુકાના અન્ય ગામોમા પણ સમાજના આગેવાન સાથે અન્ય આગેવાનો રસીકરણ અભિયાનમા જાગૃતિ લાવવા આગળ આવે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.