ડીસામાં આરોગ્ય વિભાગ ના દરોડા અખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓને દંડ ફટકાર્યો
જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેંચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલ ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની આજે તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં લાઇસન્સ પણ જોવા મળ્યા ન હતા. જેથી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂપિયા 500થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા તાલુકા હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીસામાં આજે વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 200 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાર્ધ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજ વસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.