ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા

બનાસકાંઠા
બનાસકાંઠા 71

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ હવે કોરોના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે ચોમાસાની શરૂઆત થવાની તૈયારી છે જેને લઇને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને પાણીજન્ય રોગચાળાને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે આરોગ્ય વિભાગને ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ દુર્ગા ઠંડા પીણાની એજન્સીમાં પ્રખ્યાત આરસી કંપનીની એકસપાયર બોટલોનો જથ્થો પડ્યો છે.જેને લઇને આરોગ્ય વિભાગે પાલિકા ટીમને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતાં જ્યાં તપાસ દરમિયાન આરસી કંપનીની એકસાપિઝેડેટનો જથ્થો મળી આવ્યો હતો જાે કે નગરપાલિકા ટીમ દ્વારા કડક કાર્યવાહી થાય તે પહેલાં જ રાજ્કીય આગેવાનોના ફોન ચાલું થઈ જતાં દુર્ગા એજન્સીને માત્ર ૫૦૦ નો દંડ કરી નગરપાલિકાની ટીમે સંતોષ માની લીધો હતો.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા દુર્ગા એજન્સીના માલિક પાસે ફરીથી એકસપાયર માલનું વેચાણ નહી કરે તેવું બાંયેધરી પત્રક લઈને સમગ્ર તપાસ પુર્ણ કરવામાં આવી હતી અને ઝડપાયેલા ઠંડા પીણાના જથ્થોના નગરપાલિકા દ્વારા નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ લોકોમાં સવાલો ઉભા થયા હતા કે સરકારનાં નિયમો અનુસાર જાે કોઈપણ વેપારી એકસપાયર ડેટના માલનું વેચાણ કરતાં ઝડપાયા તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આટલો મોટો ઠંડા પીણાની બોટલોનો જથ્થો ઝડપાયો છતાં નગરપાલિકા દ્વારા માત્ર ૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો જેને લઇને મોટા સવાલો ઉભા થયા હતા ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા શહેરમા અનેક દુકાનોમાં એક્સપાયર ચીજવસ્તુઓનું વેચાણ કરતા લેભાગુ વેપારીઓ સામે માત્ર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તે બંઘ કરી તેમની સામે કાયદાની જાેગવાઇ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.