વનવિભાગ ની રેસ્ક્યુ ટીમ દ્વારા રીંછ ને રેસ્ક્યુ કરી લેવાતા રાહતનો શ્વાસ લીધો
છેલ્લા 21 દિવસ થી અંબાજી પંથક ના 51 શક્તિપીઠ મંદિર,કોટેજ હોસ્પિટલ,રબારી ગોળિયા,ગાયત્રી શક્તિપીઠ અને અંતે ગબ્બર ચઢવાના પગથિયાં ઉપર રીંછ દેખાતા સમગ્ર વાતાવરણ ડોહલાઇ ગયું હતું ને લોકો માં એક ભય નો માહોલ બની ગયો હતો ગબ્બર ઉપર મેળા ના પગલે મોટી સંખ્યા માં યાત્રિકો જતા હોય છે ત્યારે આ વિસ્તાર માં આવેલું રીંછ નું રેસ્ક્યુ કરવું પણ અતિ આશ્યક બની ગયું હતું.
ત્યારે ગઈ કાલે ફોરેસ્ટ વિભાગ ના આરએફઓ અન્ય કર્મચારીઓ પાલનપુર થી આવેલુંય રેસ્ક્યુ ટીમ સાથે અંબાજી પીઆઇ સહીત પોલીસ કર્મીઓ સાંજે છ કલાકે ગબ્બર ના એક એવા પોઇન્ટ ઉપર પહોંચતા હતા જ્યાં રીંછ વારંવાર દેખાયું હતું. ત્યાં લોકેશન મેળવી આખી રેસ્ક્યુ ટીમ રીંછ ની રાહ જોઈ બેઠી હતી પણ આ રીંછ રાત્રી ના 9.30 કલાકે 51શક્તિપીઠ ના આઠ નંબર ના મંદિર શંકુલ તરફ થી ગબ્બર ના પગથિયાં તરફ આવતા રેસ્ક્યુ ટીમ સતર્ક બની હતી ને પાંજરે ન પુરાયેલા રીંછ ને આખરે સ્ટેન્જયુલાઇઝર ગન દ્વારા બેભાન કરવાના ઇન્જેક્શન થી એક જ નિશાના માં રીંછ ઉપર ઇન્જેક્શન નો વાર કરવામાં આવ્યો હતો.
રીંછ પથ્થર ની ભેખડમાં બેભાન થઇ પડી ગયું હતું. જેને વનવિભાગ ના કર્મચારીઓ દ્વારા સ્ટ્રેચર ઉપર નીચે લાવી ને પાંજરે પૂર્યો હતો ને ત્યાર બાદ આ રીંછ ને પાંજરા સાથે રેન્જ કચેરી એ લાવી ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી.
આમતો અંબાજી ગબ્બર રીંછ અભિયારણ વિસ્તાર છે. જ્યાં રીંછો નો તેમજ અન્ય જંગલી જાનવરો નો વસવાટ રહેતો હોય છે પણ અંબાજી માં ભરાનાર ભાદરવીપૂનમ ના મેળા દરમિયાન આ રીંછ કોઈ પણ યાત્રિક ને ઇજા ન પહોંચાડે તે માટે રેસ્ક્યુ કરવાંની ફરજ પડી હતી ને આ રેસ્ક્યુ કરાયેલા આ રીંછ ને ઉચ્ચ અધિકારીઓ ના આદેશ મુજબ બાલારામ ના જંગલ માં મૂકી દેવાયો હતો.