સુરતમાં કોરોના સામે લડવા ધારાસભ્ય મેદાને : હર્ષ સંઘવી દ્વારા કોરોના દર્દીઓ માટે ૧૮૨ બેડની હોસ્પિટલ શરૂ કરાશે

ગુજરાત
surat
ગુજરાત 66

રખેવાળ ન્યુઝ ડીસા : સુરતમાં કોરોના દર્દી વધી રહ્યા છે. જેને લઈને સુરતમાં આગામી દિવસ હોસ્પિટલની જરૂર હોવાના કારણે સુરતના મજુરાના ધારાસભ્ય દ્વારા તેમના મિત્ર વર્તુળની મદદથી કોરોએ દર્દીને સારવાર મળે તે માટે એક હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ ૧૮૨ બેડની હોસ્પિટલ આગામી એક અઠવાડિયામાં કાર્યરત થઇ જશે.
કોરોના વાયરસને લઈને દેશ સાથે દુનિયા તમામ દેશ હેરાન છે. ત્યારે ગુજરાતના અમદાવાદ બાદ સુરતમાં સતત કેસ વધી રહ્યા છે. કોરોના દરરોજ વધતા કેસને ધ્યાનમાં રાખીને આગામી દિવસ હોસ્પિટલની જરૂર પડે તેવી શક્યતા દેખાય રહી છે.
ત્યારે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા તેમના મિત્ર વર્તુળની મદદથી આવા દર્દીની સારવાર માટે એક હોસ્પિટલ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના અલથાન વિસ્તરમાં આવેલા કોમ્યુનિટી હાલ ખાતે ૧૮૨ બેડની આધુનિક અને તમામ બેડને ઓક્સિજન મળે તેવી હોસ્પિટલ શરું કરવાનું આજે મૂર્ત કરવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં આ હોસ્પિટલ ત્યાર થયા બાદ મનપાને આપવામાં આવશે. આ હોસ્પિટલ બનાવવાનો ખર્ચ ધારાસભ્ય અને તેમના મિત્ર વર્તુળએ ઉછાવ્યો છે. આવી દરેક ઝોનમાં આગામી દિવસ હોસ્પિટલ બને તો કોરોના દર્દીઓની સારવારમાં કોઈ કરસર નહીં રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.