હાથ સે હાથ જોડો કોગ્રેસ સમિતિ દિયોદર તાલુકા દ્વારા ન્યાય યાત્રા રથ સણાદર આવી પહોંચી
આજે હાથ સે હાથ જોડો કોગ્રેસ સમિતિ દિયોદર તાલુકા દ્વારા ન્યાય યાત્રા રથ સણાદર અંબાજી આવતાં સૌએ સ્વાગત કરેલ બાદમાં સૌ માતાજીનાં દર્શન કરી લીલીઝંડી આપી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ન્યાય યાત્રા રથ દિયોદર બજારમાં ડોર ટુ ડોર પત્રિકા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ દિયોદર ની સમસ્યા જાણવામાં આવી, આગામી સમયમાં સમસ્યાઓ ને લઇ ને કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવશે. આ યાત્રા દિયોદર તાલુકાના દરેક ગામમાં જસે ત્યાં પત્રિકા વિતરણ કરવામાં આવશે અને ગામ લોકોની સમસ્યાનું લીસ્ટ બનાવમાં આવશે. તેનીની પણ રજૂઆત કરવામાં આવશે. અને સમસ્યાનું નિરાકરણ તેના માટે કોગ્રેસ સમિતિ કામ કરશે .આગામી સમયમાં જીલ્લા, તાલુકા પંચાયત ની ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત બને તેના માટે પણ જમાં કરવામાં આવશે.દરેક ગામની સમિતિઓ પણ બનવામાં આવશે.