વડગામ માર્કેટયાર્ડમાં બાજરીનું અધધ..પાંચ કરોડનું ટર્નઓવર
સરકાર દ્વારા બાજરી જેવા ધાન્ય પાકોને પ્રોત્સાહન આપવા ‘આંતરરાષ્ટ્રીય મિલેટ’ વર્ષ ઉજવાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાન્ધાર પંથકની બાજરી રાજસ્થાન અને સૌરાષ્ટ્રના લોકોને દાઢે વળગી છે. તેથી ત્યાંના વેપારીઓ દ્વારા બાજરીની ધૂમ ખરીદી થઈ રહી છે.વડગામ તાલુકામાં ઉનાળા સિઝન દરમિયાન બાજરીનું મબલખ ઉત્પાદન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ? આ અંગે વડગામ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પરથીભાઈ હાથીભાઈ લોહ (પસવાદળ) અને સેક્રેટરી માંઘજીભાઈ જી. ધુળીયાએ જણાવ્યું હતું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઉનાળું સિઝનની બાજરીની વડગામ માર્કેટયાર્ડમાં પચ્ચીસ હજાર કરતાં વધુ બોરીની આવક થઈ છે અને પોષણક્ષમ ભાવ મળતા હજુ પણ ખેડૂતો દ્વારા બાજરી લાવવવામાં આવી રહી છે.