
ડીસા APMCમાં મગફળીની ધૂમ આવક : એક જ દિવસમાં મણદીઠ 450 રૂપિયાનો વધારો
આજે ડીસા માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. ડીસા માર્કેટિંગ યાર્ડમાં બનાસકાંઠા સહિત રાજસ્થાનભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જણસી પાક લઈને વેચાણ માટે આવે છે.અત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં મગફળી પાકનું વાવેતર થયું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાના તૈયાર પાક સાથે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા.
ડીસા માર્કેટિંગ યાર્ડમાં બનાસકાંઠા સહિત રાજસ્થાનભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જણસી પાક લઈને વેચાણ માટે આવે છે.અત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં મગફળી પાકનું વાવેતર થયું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાના તૈયાર પાક સાથે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. ડીસા APMC જણસીની આવક માટે ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછી બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. મંગળવારે મગફળીની 1 હજાર બોરી કરતા વધારે આવક નોંધાઈ હતી તેમજ પ્રતિ 20 કિલોના 1502 રૂપિયાનો ભાવ બોલાયો હતો.ડીસા APMC જણસીની આવક માટે ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછી બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. મંગળવારે મગફળીની 1 હજાર બોરી કરતા વધારે આવક નોંધાઈ હતી તેમજ પ્રતિ 20 કિલોના 1502 રૂપિયાનો ભાવ બોલાયો હતો. મગફળીનો પ્રતિ 20 કિલોનો ભાવ 1041 બોલવામાં આવ્યો હતો, જ્યારે આજે મણદીઠ લગભગ 450 રૂપિયા વધારે ભાવ બોલવામાં આવ્યો હતો. મગફળીનો પ્રતિ 20 કિલોનો ભાવ 1041 બોલવામાં આવ્યો હતો, જ્યારે આજે મણદીઠ લગભગ 450 રૂપિયા વધારે ભાવ બોલવામાં આવ્યો હતો. એકંદરે મગફળીના સારા ભાવ બોલાતા ખેડૂતમાં ખુશીની લાગણી જોવા મળી હતી, બીજી તરફ ડીસા માર્કેટિંગ યાર્ડ પણ મગફળીની આવકથી ઊભરાઈ ગયું હતું.