પાટણના ભૈરવ મંદિર પાછળ છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતાં ભૂગર્ભનાં ગંદા પાણી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાટણ નગરપાલિકા તંત્રની નિષ્કાળજીને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરની યોજના સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો અવાર નવાર ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયામા પ્રકાશિત થતા રહ્યા ત્યારે ભૂગર્ભ ગટરની આવી સમસ્યા હાલમાં શહેરના ભૈરવ મંદિર ની પાછળ આવેલ પલ્લવી પાર્ક સોસાયટી પાછળ છેલ્લા ૧૫ દિવસ થી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાતા જાેવા મળી હતી. પાટણ શહેરના ભૈરવ મંદિર પાછળ આવેલી ઉપરોક્ત સોસાયટી સહિત અન્ય ચારથી પાંચ સોસાયટીમાં ભૂગર્ભ ગટર લાઇન ચોક અપ બનવાના કારણે વિસ્તારના રહીશોને અસહ્ય દુર્ગંધ મારતા ભૂગર્ભના પાણી માંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો આ ભૂગર્ભ ગટરની સમસ્યા બાબતે વિસ્તારના રહીશો દ્વારા પાટણ નગરપાલિકા મા પણ ૧૦-૧૫ વખત લેખિતમાં અને મૌખિકમાં જાણ કરવા છતાંય આજ દિન સુધી આ સમસ્યાનુ કોઇ નિરાકરણ ન આવતા વિસ્તારના રહીશોમાં પાલિકા પ્રત્યે નારાજગી સાથે રોષ જાેવા મળી રહ્યો છે. સોસાયટી વિસ્તારના રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં આજ દિન સુધી આવો નધરોળ વહીવટ જાેવા મળ્યો નથી. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, સ્ટ્રીટ લાઇટોની સમસ્યા, સફાઈ કામગીરીની સમસ્યા, ઉબડ ખાબડ બનેલા માર્ગોની સમસ્યા, અનિયમિત અને ડોળું પાણી આવતું હોવાની સમસ્યા નાં બનાવો અવાર નવાર સામે આવી રહ્યા છે છતાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં મદહોશ બની પાટણના નગરજનોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા છે ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા નાં સતાધીશો ની આ નિષ્ક્રિયતા આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને સહન કરવી પડે તો નવાઈ નહી તેવો સુર સોસાયટી નાં રહિશોમાં ઉઠવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.