ડીસાના આખોલ ઓવર બ્રિજ પર ઘાસ ભરેલ ટ્રકે પલ્ટી ખાધી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નજીકના આવેલા આખોલ ચાર રસ્તાના ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે ઘાસચારો ભરી જઇ રહેલી ટ્રક પલટી ખાઈ જતા રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઇ પડયા હતા. આ અંગેની મળતી વિગતો પ્રમાણે વિસાવદરથી સુકુ ઘાસ ભરીને ચંડીસર તરફ જઈ રહેલી ટ્રક ભીલડી ડીસા હાઈવે પર આવેલા આખોલ ચાર રસ્તાના ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે ટ્રક ચાલકને ઝોકુ આવતા ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. જેથી ટ્રકમાં ભરેલો સુકો ઘાસચારો રોડ પર ફેલાઈ જતા એક તરફનો હાઇવે બંધ થઈ ગયો હતો અને વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. આ અંગે જાણ થતાં હાઇવે ઓથોરિટી અને ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી એક તરફનો ઓવરબીજ બંધ કરી ટ્રાફિકને સર્વિસ રોડ વાળી ટ્રકમાંથી રોડ ઉપર પડેલા સૂકું ઘાસચારા અન્ય વાહનમાં ભરવાની તથા ટ્રકને રસ્તા પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈઝાઓ થતા ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઓવરબ્રિજ પર બમ્પ બનાવવા માંગ
આ અગાઉ ઓવરબ્રીજ ઉપર બમ્પર મૂકવામાં આવ્યા હતા પરંતુ રસ્તાનું પેવર કરાતા બમ્પર દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકો સ્પીડમાં હોય તે સમયે વળાંકમાં ટર્ન લેવામાં મોટી તકલીફ પડતી રહે છે. જેના કારણે ડિવાઈડર સાથે વાહનો અથડાતા હોય છે. અગાઉ પણ બે બાઈક સવાર ફૂલ સ્પીડમાં ડિવાઈડર સાથે અથડાયા હતા ત્યારે ફરી એક વાર ટ્રક પણ ડિવાઇડર સાથે અથડાઇ છે જેથી ઓવરબ્રિજ પર બમ્પ મુકવા માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.