
ડીસામાં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ યોજનાનો ભવ્ય શુભારંભ
ડીસામાં સોના ચાંદીના દાગીના માટે સમગ્ર બનાસકાંઠામાં વર્ષોથી વિશ્વસનીયતા ધરાવતા સોની પ્રભુદાસ ભુદરદાસ જવેલર્સ દ્વારા ફરી એક વાર ગ્રાહકો માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ યોજના શરૂ કરવામાં આવી છે. જેને ગુરુવારે ખુલ્લી મુકવામાં હતી. જોકે છેલ્લા ચાર મહિનામાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તહેવારો અને લગ્નસરાની સીઝન પહેલા ફરીવાર સોનાનો ભાવ વધે તે પહેલાં માનવંતા ગ્રાહકો માટે “સોનામાં સુગંધ ભળે ” તેવી વિશેષ ઈનામી યોજના ”સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ – ૨૦૨૩” સ્કીમ શરૂ કરવામાં આવી છે જેમાં ગ્રાહકોને માત્ર દસ હજારની ખરીદી ઉપર ઈનામી કુપન આપવામાં આવશે આ ઈનામી યોજનામાં લક્જુરીયસ મરસીડીશ કાર, સહિત અન્ય કાર બાઈકો મળી લાખો રૂપિયાની કિંમતના કુલ ૯૯૯૯ ઇનામો રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત દરેક ગ્રાહકને કંઇકને કંઈક ઇનામ તો મળવાપાત્ર છે તો સોની પ્રભુદાસ ભુદરદાસ જવેલર્ષ દ્વારા વધુને વધુ ગ્રાહકોને આ ઈનામી યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઈનામી યોજના ખુલ્લી મૂકવાના પ્રસંગે મોટી સંખ્યામાં વિશ્વાસપાત્ર ગ્રાહકો, શુભેચ્છકો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનાને વધાવી હતી ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગોમાં ભાવ વધારો આવે તે પહેલા આ ઈનામી યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોને પ્રભુદાસ ભુદરદાસ જવેલર્સ દ્વારા હદયપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.