સરકાર પશુઓ ભૂખે મરે છે, હવે તો આંખ ખોલો સરકાર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાંજરાપોળ સંચાલકોએ પશુ સહાયના ૫૦૦ કરોડની સહાય મેળવવા મંગળવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંચાલકોને હાલ કામ છે ૧૫ મી પછી ફાઇલ જાેઈશું કહી ‘નરોવા કુંજરોવા’ ની નીતિ અપનાવતા સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે અને આગામી સમયમાં સરકાર સામે બાંયો ચડાવવા માટે રણનીતિ શરૂ કરી છે.
ચાર માસ પેહલા રાજ્ય સરકારે રાજ્યમાં પાંજરાપોળો અને ગૌશાળાના પશુઓ માટે ૫૦૦ કરોડની સહાય જાહેરાત કરી હતી.ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં પણ મંત્રીઓએ સરકારે પશુઓને ૫૦૦ કરોડની સહાયના બણગાં ફુક્યા હતા. જાેકે ચાર માસ વિતવા છતાંસહાય ન મળતા ઘાસચારાના અભાવે પશુઓની હાલત કફોડી બની છે. વારંવાર રજુઆતો છતાં પરિણામ નમળતા બનાસકાંઠા જિલ્લાના ૫૦૦
થી વધુ સંતો-મહંતો સાથે સંચાલકોએ પાલનપુર કલેકટર કચેરીએ ભૂખ હડતાળ કરી ન્યાયની માંગ કરી હતી. જાેકે સરકારે કોરી આંખે પાંજરાપોળ સંચાલકોને સહાય ન ચૂકવતા અંતે મંગળવારે બનાસકાંઠા જિલ્લાના ૧૨ જેટલા સંચાલકો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સહાય ચૂકવવા રજુઆત કરવા ગયા હતા.પણ રજુઆત સાંભળી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાલ કામ હોવાથી કંઈ થઈ શકે તેમ નથી કહી ૧૫ મી પછી ફાઇલ જાેઇશ તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા.જેથી સંચાલકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો અને હવે
પશુઓ માટે સરકાર સામે કાં તો આ યા પેલે પારની નીતિ સંચાલકો ઘડી રહયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.